Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"તમે લોકો ભારતીય શેરબજારમાંથી તમારા પૈસા ઉપાડી લો અને તે પૈસા યુકે અને યુએસ માર્કેટમાં રોકાણ કરો" : પન્નુ

  • March 11, 2024 

તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિ તરફથી મુંબઈના ઘણા વરિષ્ઠ અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં અધિકારીઓને ધમકી આપવામાં આવી હતી કે અત્યંત સંવેદનશીલ સ્થળો પર વિસ્ફોટ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, આ ધમકીભર્યા મેલમાં આરોપીએ 12 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.


એક અધિકારીના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા ખાલિસ્તાની મુવમેન્ટના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ઘણા લોકોને રેકોર્ડેડ વોઈસ કોલ કર્યા હતા. આ વોઇસ કોલમાં પન્નુએ કહ્યું, ‘હું શીખ ફોર જસ્ટિસનો જનરલ કાઉન્સેલ છું. તમે લોકો ભારતીય શેરબજારમાંથી તમારા પૈસા ઉપાડી લો અને તે પૈસા યુકે અને યુએસ માર્કેટમાં રોકાણ કરો. તેનાથી ભારતીય શેરબજાર નબળું પડી શકે છે જે ભારતની કરોડરજ્જુ છે. સૂત્રોનું કહેવું છે કે પન્નુએ વધુમાં કહ્યું કે 12 માર્ચ સુધીમાં ભારતીય બજારની કમર તૂટી શકે છે. જણાવી દઈએ કે તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી હતી કે ગયા અઠવાડિયે એક અજાણ્યા વ્યક્તિ તરફથી ઘણા વરિષ્ઠ IPS અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો.


આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે BSEમાં વિસ્ફોટ થશે, તે પણ 12મી માર્ચના દિવસે. આવી સ્થિતિમાં હવે શંકાની સોય પન્નુ તરફ જઈ રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ઈમેલ પન્નુનું કામ હોઈ શકે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ પ્રોટોન ઈમેલનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો. પ્રોટોન ઈમેલના સર્વર્સ વિદેશમાં સ્થિત છે અને અમે તેમને પત્ર લખીને આ ઈમેલ મોકલનાર વિશેની માહિતી શેર કરવા જણાવ્યું છે. પરંતુ પ્રોટોન ઈમેઇલ ચલાવતી કંપની ગુપ્તતાને ટાંકીને કોઈપણ માહિતી શેર કરતી નથી. જો કે, તપાસ એજન્સીઓએ ઈમેલમાં જણાવેલ દરેક જગ્યાને સેનિટાઈઝ કરી દીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application